ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ પરિણામ: જાણો ક્યારે આવશે રિઝલ્ટ

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ પરિણામ: જાણો ક્યારે આવશે રિઝલ્ટ

 

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ પરિણામ: જાણો ક્યારે આવશે રિઝલ્ટ

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ પરિણામ: ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે આવશે તે બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ રાહ જોઈ રહ્યા છે બોર્ડ દ્વારા હજુ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનો પરિણામ ક્યારે ડિકલેર કરવામાં આવશે તે બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અહીં વિદ્યાર્થીઓને માહિતી મળે તે માટે વિવિધ ન્યૂઝના આધારે માહિતી એકત્ર કરીને મૂકવામાં આવેલી છે જ્યારે પણ પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે બોર્ડ દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટ પર માહિતી આપવામાં આવે છે ધોરણ 10 અને 12 ના પરિણામની લેટેસ્ટ માહિતી Mary ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org ચેક કરતા રહેવું. હાલ બોર્ડ પરિણામ ના રીઝલ્ટ અંગે કામગીરી ચાલી રહી છે ત્યારે આ વખતે ગયા વર્ષ કરતા પરિણામો વહેલું જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવી હતી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ બોર્ડ દ્વારા તારીખ 2 મેં 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનો રીઝલ્ટ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે શિક્ષણ મંત્રીશ્રીએ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનો પરિણામ અંગે સંભવિત તારીખો વ્યક્ત કરી છે ચાલો જાણીએ આ વિશે વિગતવાર માહિતી

SSC HSC Result 2023

પરીક્ષા બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિણામનું નામધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023
પરિણામની સંભવિત તારીખમે મહિનાના અંતિમ અઠવાડિયામાં અથવા જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના છે
ઓફિસિયલ વેબસાઈટwww.gseb.org

ધોરણ 10 પરિણામ તારીખ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી તારીખ 2 મેં 2023 ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શિક્ષણ મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે મે મહિનાના અંતિમ સપ્તાહમાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

રાજ્યમાં પરીક્ષા પૂર્ણ થતા બોર્ડના પેપર ચકાસણીને કામગીરી હવે પૂર્ણ થવા આવી છે અને હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે જે પૂરી થતાં મે મહિનામાં ધોરણ 10 નું પરિણામ આવવાની સંભાવના રહેલી છે

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનો પરિણામ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થાય તેવી સંભાવનાઓ રહેલી છે તમામ પરિણામો ગુજરાત બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થીઓને પરિણામની માર્કશીટ આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એક બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટર લિંક નીચે ટેબલ પર મૂકવામાં આવેલી છે વિદ્યાર્થીઓ અહીંથી પોતાનું પરિણામ ઓનલાઇન જોઈ શકશે.

ધોરણ 10 ની ઉત્તરવહીની મૂલ્યાંકનની કામગીરી માટે રાજ્યમાં 163 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે આ કેન્દ્ર પર 28,000 શિક્ષકોએ પેપરની ચકાસણીની કામગીરી કરી હતી હાલ બોર્ડ પરિણામો માટે ડેટા એન્ટ્રીની કામગીરી કરી રહી છે ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં 15 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Whatsapp દ્વારા રિઝલ્ટ

દર વર્ષે બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા ના રિઝલ્ટ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવે છે બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીઝલ્ટ માં એક નવતર અભિગમમાં આપવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ whatsapp દ્વારા પણ પોતાનો પરિણામ મેળવી શકતા હતા ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના રીઝલ્ટ માં પણ આ સુવિધા બોર્ડ દ્વારા આપવામાં આવે તેવી શક્યતા છે.

Whatsapp દ્વારા પરિણામ કઈ રીતે મેળવવું?

ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ whatsapp દ્વારા કઈ રીતે મેળવવું તેની વિગતવાર માહિતી જાણીએ

Whatsapp માં બોર્ડનું પરિણામ મેળવવા માટે નીચેના સરળ સ્ટેપ અનુસરવાના રહેશે જેના દ્વારા રિઝલ્ટ તમારા whatsapp માં સરળતા થી મળી રહેશે

  • સૌપ્રથમ GSEB SSC RESULT whatsapp number 6357300971 તમારા ફોનમાં સેવ કરવાનો રહેશે
  • ત્યારબાદ આ નંબર પર તમારો બોર્ડનો પરીક્ષાનો સીટ નંબર મેસેજ કરવાનો હોય છે
  • તમારો સીટ નંબર મેસેજ કરતા તમારુ પરિણામ તમને સામે રીપ્લાયમાં મોકલવામાં આવશે.

બોર્ડ દ્વારા હજુ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તે બાબતે કોઈ ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી અહીં વિદ્યાર્થીઓને માહિતી મળી રહે તે હેતુથી વિવિધ યોજના આધારે માહિતી એકત્ર કરી મૂકવામાં આવેલી છે તેમજ પરિણામને whatsapp દ્વારા અને ઓનલાઇન કેવી રીતે જોવું તેની માહિતી અહીં આર્ટીકલમાં મૂકવામાં આવેલી છે આશા છે આ માહિતી દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થશે જીએસઇબી એસએસસી રીઝલ્ટ 2023 ની લેટેસ્ટ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org ચેક કરતા રહેવું.

ચાલુ વર્ષે શિક્ષણ બોર્ડની પેપર મૂલ્યાંકનની અને રીઝલ્ટ તૈયાર કરવાની તૈયારીઓ જોતા દર વખત કરતાં આ વર્ષે પરિણામ વહેલું જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના રીઝલ્ટની વધુ અપડેટ આવીએ ઉપલબ્ધ કરાવતા રહેશું માટે આ વેબસાઈટની વિઝીટ સમયાંતરે લેતા રહેવું.

Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો